Aditya Gadhvi - Mahahetvali Lyrics

Lyrics Mahahetvali - Aditya Gadhvi



હતો હું સુતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું
મહાહેતવાળી દયાળી માઁ તું.
માઁથી મોટું કોઇ નઇ,
જડધર કે જગદીશ
સઉ કોઇ નમાવે શીશ,
અંબા આગળ આલીયા.
ભગવત તો ભજીને સઉ ભવસાગર તરીયા
નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા
હે તારે ખોળલે ખેલવા હું મુગતી માંગુ
તારાથી કરે દૂર એવી ભગતી માંગુ.
સુકામા સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહાહેતવાળી દયાળી માઁ તું.




Aditya Gadhvi - Mahahetvali - Single
Album Mahahetvali - Single
date of release
11-04-2021




Attention! Feel free to leave feedback.