Praful Dave - Jalaram Ni Ram Roti текст песни

Текст песни Jalaram Ni Ram Roti - Praful Dave




જય જલારામ...
ભાવિન કારિયા...
હે રામ નામ મેં લીન હૈ...
ઔર દેખત સબ મેં રામ,
તા કે પદ વંદન કરૂં
જય જય જય જલારામ...
હે આખા જગમાં જાણીતી ને મોટી,
જલારામની રામ-રોટી.
હે આવે અતિથિ આંગણાં ગોતી,
જલારામની રામ-રોટી.
હે રામ રટી ને આપે રોટી
ને વિરપુર માં કર્યો વાસ,
માત વિરબાઈ નાંં સંગમાં,
સેવા કરતાં ખાસ...
હે લાગે જગ ની માયા બધી ખોટી,
જલારામની રામ-રોટી.
હે ટુકડાની ત્રેવડ ઘણી
કે કોઈ ભુખ્યું જાય,
ભક્ત દંપતી પિરસતા
ને હૈયે ખુબ હરખાય...
હે આવે સંતો ને સાધુ કોટી કોટી,
જલારામની રામ-રોટી.
હે પારખાં લેવા પધાર્યા
છે ચૌદ ભુવન નાં રાય,
માંગતા માંગ્યા વિરબાઈ ને
હરી હારે થયા વિદાય...
હે ઝોળી - ધોકો લેવાં થયા ખોટી,
જલારામની રામ-રોટી.
હે આખા જગમાં જાણીતી ને મોટી,
જલારામની રામ-રોટી.
હે આવે અતિથિ આંગણાં ગોતી,
જલારામની રામ-રોટી.
અંતમાં ભાવિન કારિયા નાં જય જલારામ...





Внимание! Не стесняйтесь оставлять отзывы.